આ સાહસિક નિર્ણયથી હું પ્રભાવિત થયો છું. તે દર્શાવે છે કે કરચોરી, ભ્રષ્ટાચાર અને કાળું નાણું નાબૂદ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેટલા પ્રતિબદ્ધ છે. ડિજિટલ અર્થતંત્રનો વેગ વધારીને અર્થતંત્રને આધુનિક બનાવવા તરફનું આ પગલું છે. અમે અત્યંત રસપૂર્વક આ પગલાને અનુસરી રહ્યા છીએ. ભારતીય અર્થતંત્રમાં આંત્રપ્રિન્યોર માટે તક સમાન છે અને અમે દેશના આર્થિક વિકાસને સહકાર આપવાની સરકારની આ પ્રતિબદ્ધતામાં વિશ્વાસ રાખીએ છીએ.