જેફ વાઇનર, સીઇઓ, લિન્કડઇન
જો તમે જુઓ, તો આજે થયેલી જાહેરાતો સરકારની પહેલો સાથે સુસંગત છે. પ્લેસમેન્ટ સ્કિલ ઇન્ડિયાને અનુરૂપ છે, સ્ટાર્ટઅપ પેકેજ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સુસંગત છે. અમે ભારતીય બજાર પર બારીક નજર રાખી રહ્યા છીએ. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે એ જોઈ રહ્યા છીએ અને તેમના એજન્ડા પર નજર રાખી રહ્યા છીએ. સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટે રોકાણને જોવું રોમાંચક છે. સ્ટાર્ટઅપ અર્થવ્યવસ્થાનો પ્રસાર થઈ રહ્યો છે એ દેખાઈ રહ્યું છે. તમારી પાસે ઓલા અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ છે, જે નોંધપાત્ર ક્ષમતાએ પહોંચી ગઈ છે.