“પ્રધાનમંત્રી મોદી સાથે થોડો સમય પસાર કર્યો. અમે સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલો પાછળનાં ચોક્કસ ઉદ્દેશો વિશે વાત કરી. વળી તેમની સાથેની વાતચીતમાં કોઈ પણ વ્યક્તિને ઝડપથી અહેસાસ થઈ જાય છે કે તેમની ઓનલાઇન હાજરી સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પૂરતી મર્યાદિત નથી, પણ શાસનમાં પણ દેખાય છે. પ્રધાનમંત્રીમાં તેમનાં દાયકાનાં રાજકીય અનુભવ સાથે સ્ટાર્ટ-અપ સ્થાપકનો ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો, ધૈર્ય અને ઊર્જાનો સમન્વય જોવા મળે છે તથા તેનાં પરિણામો જ તેનો પુરાવો છે. ”