ભારતના અર્થતંત્રનું ભાવિ ચોક્કસ ઉજ્જવળ છે. અત્યારે ભારત દુનિયામાં ઝડપથી વૃદ્ધિના માર્ગે અગ્રેસર દેશ છે અને તમે પરિવર્તનો કરી રહ્યા છો. લોકો ક્વાર્ટર કે વર્ષના આધારે સમીક્ષા કરે છે તેમાં મને બહુ રસ નથી, કારણ કે હું કોઈ પણ દેશને આગામી 20થી 30 વર્ષની સંભવિતતાને લઈને જોઉં છું અને ભારતનું ભાવિ ઉજ્જવળ છે.