જ્યારે મેં પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી, ત્યારે મેં એવી વ્યક્તિ સાથે વાત કરી હતી, જે એક વર્ષથી ઓછા સમયમાં વિઝન પર કામગીરી કરવા સક્ષમ છે, કામગીરી કેવી રીતે આગળ વધશે તેને પ્રાથમિકતા આપે છે, જવાબદારી ધરાવતી ટીમનું નેતૃત્વ કરે છે, દિશાની દ્રષ્ટિએ સ્વસ્થ સ્પર્ધામાં જૂથોને કાર્યરત કરે છે, મેક ઇન ઇન્ડિયામાં પરિવર્તનો કરવા માટે પ્રોત્સાહન આપે છે. મેં અગાઉ જણાવ્યું હતું કે, ભારત ફોલોઅરમાંથી સમગ્ર દુનિયામાં ઇન્નોવેશન લીડર બનશે. આ એક લીડરની ક્ષમતા છે, જે 1.3 અબજ લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લે છે, જે સર્વસમાવેશક વિકાસનું વિઝન ધરાવે છે અને આ મહાન દેશ સાથે જોડાણ કરવાનો આપણને ગર્વ થાય તેવી વ્યક્તિગત કુશળતાઓ ધરાવે છે