પ્રધાનમંત્રી, તમારી ઊર્જા અને ગતિશીલતાએ ભારતમાં ઘણાં લોકો માટે નવી તકો ઊભી કરી છે. માળખાગત ક્ષેત્રમાં તમારાં દેશનું રોકાણ “ડિજિટલ ઇન્ડિયા”ને વાસ્તવિકતાની વધારે નજીક લઈ જઈ રહ્યું છે અને ઇન્ટરનેટ કનેક્શન ધરાવતાં બીજા સૌથી મોટા દેશ તરીકે ભારતનો ઉદય થયો છે. તમારી નીતિગત પહેલોથી લોકો સક્ષમ બન્યાં છે અને ભારતીય લોકોની પ્રચૂર પ્રતિભાનાં હકારાત્મક ઉપયોગ માટેનો માર્ગ પ્રશસ્ત થયો છે. તેઓ દુનિયા માટે ઉદાહરણરૂપ છે.