પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ભારતના કારીગર સમુદાયને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. 18 ટ્રેડમાં મળતા લાભો સાથે, તે પરંપરાગત કારીગરીને જાળવવા માટે ભારત સરકારના સંપૂર્ણ અભિગમનું પ્રતીક છે અને રાષ્ટ્રના આર્થિક તાણાવાણામાં નોંધપાત્ર પ્રદાન કરે છે.