પ્રધાનમંત્રીનો ભારતમાં વિશ્વાસ ભારતીય-અમેરિકાની અનેક સફળ ગાથા દ્વારા પ્રેરિત છે. જેઓ કહે છે, તેમણે “લોકશાહી અને ઉદ્યોગસાહસિકતાનો સુભગ સમન્વય કર્યો છે.” ભારતમાં ઉદ્યોગસાહસિકતાના ઉત્સાહની સફળતા સુનિશ્ચિત કરવા તેમણે સરકારમાં નોકરશાહીની પકડ ઢીલી કરી છે, ભ્રષ્ટાચાર ઘટાડવા અભિયાન છેડ્યું છે, અને યુવાનો માટે કામ કરવાની તકોમાં વધારો કર્યો છે.