50 વર્ષની વ્યાજમુક્ત લોન સાથે રૂ. 1 લાખ કરોડની ફાળવણી ભારત અત્યારે જે સ્ટાર્ટ-અપ કલ્ચર પર હરણફાળ ભરી રહ્યું છે તેને પ્રોત્સાહન આપશે, જે આજના યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમના વિકાસ તેમજ રાષ્ટ્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ બાળકો અને સર્વાઇકલ કેન્સર માટે યુવાન છોકરીઓને આપવામાં આવતી રસીકરણ પર મજબૂત પ્રોત્સાહન લાંબા ગાળે દેશમાં નિવારણાત્મક સારસંભાળનાં પગલાંને મજબૂત કરશે તથા ચેપી અને બિનચેપી રોગોનાં ભારણને ઘટાડશે.