ડો.એસ.જયશંકર – ભારતના વિદેશ મંત્રી
દૂરંદેશી, રોજગાર કેન્દ્રિત અને વૃદ્ધિલક્ષી કેન્દ્રીય બજેટ 2025 પ્રસ્તુત કરવા બદલ એફએમ @nsitharaman જીને અભિનંદન. તે પ્રધાનમંત્રી @narendramodi #ViksitBharat, છેલ્લાં 10 વર્ષનાં માળખાગત સુધારા અને પરિવર્તનકારી પ્રગતિનાં વિઝનને સાકાર કરવા માટેનો રોડમેપ છે. આ #ViksitBharatBudget2025 રાષ્ટ્રનિર્માણમાં મધ્યમ વર્ગની ઊર્જા અને પ્રદાનને માન્યતા આપે છે. તે 'ગરીબ, યુવા, અન્નદાતા અને નારી'ના કલ્યાણ માટે અમારા અડગ સંકલ્પની પુષ્ટિ કરે છે. કૃષિ, એમએસએમઇ, રોકાણ અને નિકાસના મુખ્ય એન્જિન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી #AtmanirbharBharat નિર્માણ કરવામાં અને વિશ્વ સાથે જોડાણને વધુ ગાઢ બનાવવામાં લાંબી મજલ કાપવામાં આવશે.