આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા પ્રસ્તુત કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. આ કલ્યાણલક્ષી, સર્વસમાવેશક અને સર્વગ્રાહી બજેટ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તીકરણના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વૃદ્ધિને પ્રોત્સાહન પણ આપે છે. અંત્યોદયની ભાવનાના મૂળમાં રહેલું અને નવીનતાના વિઝનથી પ્રેરિત આ બજેટ 140 કરોડ ભારતીયોના કલ્યાણ અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સમર્પિત છે.
આ પરિવર્તનશીલ બજેટ માટે પ્રધાનમંત્રી અને નાણાં મંત્રીની હાર્દિક પ્રશંસા!
@nsitharaman
#ViksitBharatBudget2025 #Budget2025 #BudgetSession2025