હું હંમેશા તેમનો (શ્રી નરેન્દ્ર મોદી)નો પ્રશંસક રહ્યો છું. તેમના પ્રત્યેના મારા આદરમાં હંમેશા અનેકગણો વધારો થયો છે. મેં તેમનામાં ‘મેન ઓફ વિઝન’ અને ‘મેન ઓફ એક્શન’નું અનોખું સંયોજન જોયું છે. આપણા ઈતિહાસના આ નિર્ણાયક સમયે વડાપ્રધાન પદે તેમનું હોવું તે દેશ માટે આશીર્વાદરૂપ બાબત છે. છેલ્લાં બે વર્ષમાં વડાપ્રધાને 125 કરોડ ભારતીયોને અસર કરતા મોટા માળખાકીય પરિવર્તનો પર ભાર મુક્યો છે જે યોગ્ય છે.