દીપક પારેખ, ચેરમેન, એચડીએફસી
વિસ્તૃત આર્થિક પરિપ્રેક્ષ્યમાં ભારત અત્યારે છે એટલું શક્તિશાળી અગાઉ ક્યારેય નહોતું. દેશમાં મજબૂત નેતૃત્વ છે અને મહત્વપૂર્ણ નીતિગત પરિવર્તનો થઈ રહ્યા છે, જેની મદદથી દેશ વૃદ્ધિની ઘણી સંભવિતતા પ્રદર્શિત કરે છે. આપણે ભારતમાં વૃદ્ધિની પ્રચૂર સંભવિતતા સાથે મહત્વપૂર્ણ અર્થતંત્ર તરીકે મુખ્ય લાભ ધરાવીએ છીએ. ઘણી વખત જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ નિર્માણાધિન હોય છે, ત્યારે વાસ્તવિક કામગીરી થઈ રહી નથી તેવી લાગણી સ્વાભાવિક રીતે જન્મે છે. પણ ભારતમાં એવું નથી. એક તરફ, ચીનમાં વધારે ક્ષમતા, યુરોપિયન બેંકોની સમસ્યાઓ જેવા પડકારો વચ્ચે વૃદ્ધિની ગતિ મંદ છે, ત્યારે બીજી તરફ, વિશ્વના ટોચના શેરબજારો ઓલ-ટાઇમ હાઇની નજીક છે કે આ સપાટીને સ્પર્શી ગયા છે.