સ્ટાર્ટઅપ ઇન્ડિયા અતિ પ્રેરક ઇવેન્ટ છે, જે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનr તાકાતને બહાર લાવી છે. ઇવેન્ટમાં આપણો દેશ જે વિશિષ્ટ સમસ્યાઓનો સામનો કરે છે તેનું સમાધાન કરવા માટે નવીનતા લાવવાની ભારતીયોની ક્ષમતા પણ પ્રદર્શિત થઈ છે. સરકાર સશક્તrકરણ અને ઇકોસિસ્ટમને વિકસાવવા આતુર છે એ જોવું ખરેખર આનંદપ્રદ છે. અત્યારે પ્રધાનમંત્રીએ લોન્ચ કરેલી યોજનાઓને વેગ આપવાની જરૂર છે. મને ખાતરી છે કે આજની ઇવેન્ટ હજારો લોકોને વધુ પ્રોત્સાહન આપશે, જેઓ સ્ટાર્ટઅપ શરૂ કરવાની અને ફરક લાવવાની તૈયારી કરી રહ્યા છે.