પિયૂષ પાંડે
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમની સાથે મારી પ્રથમ મુલાકાત થઈ હતી. ઓએન્ડએમની પસંદગી ગુજરાત ટૂરિઝમ માટે એડવર્ટાઇઝિંગ એજન્સી તરીકે થઈ હતી. તેઓ થોડા સમય માટે મને મળ્યા હતા. તેમણે મને ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ, ગિરનાર પર્વત, સાધુઓ વિશે તથા સિંહ અને મનુષ્યના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ વિશે વાત કરી હતી. તેમણે એવી રીતે વાત કરી હતી, જાણે તેઓ સેંકડો વર્ષોથી આ પ્રકારના વાતાવરણમાં જીવ્યા હોય. મારા માટે એ જાણકારી નહોતી, પણ શાણપણ અને ધૈર્યનું પ્રતીક હતું.”