પિયૂષ પાંડે
“ટૂરિઝમ અભિયાન માટે શૂટિંગનો મારો પ્રથમ દિવસ ગીરમાં હતો. શૂટિંગ પૂર્ણ થયા પછી નરેન્દ્ર ભાઈએ ફોન પર શ્રી બચ્ચન સાથે વાત કરી હતી અને પછી મને લાઇન પર આવવા જણાવ્યું હતું. મને તેઓ સામાન્ય રીતે ક્લાયન્ટ પૂછે છે એવા પ્રશ્રની અપેક્ષા હતી કે, ‘શૂટિંગ કેવું રહ્યું?’ પણ જ્યારે તેમણે મને એમ કહ્યું કે ‘મારા માણસો તમારી સારસંભાળ બરોબર રાખે છે ને?’ ત્યારે મને વિશ્વાસ જ નહોતો આવ્યો. પછી તેમણે કહ્યું હતું કે, ‘અમિતાભજી દેશ કી અમાનત હૈ, ઔર આપ હમારી.’ હું લીડરશિપમાં બોધપાઠ સ્વરૂપે એ શબ્દોને ક્યારેય નહીં ભૂલું.”