પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અદભૂત વ્યક્તિ છે. તેમની સૌથી મોટી શક્તિ એ છે કે તે સમસ્યા અને અન્યાયનો સામનો કરી રહેલા લોકો માટે હંમેશાં ઉપલબ્ધ હોય છે. જ્યારે પણ હું તેમની સમક્ષ કોઈ મુદ્દો લઈને ગયો છું તેને તાત્કાલિક ઉકેલવામાં આવ્યો છે અને એવી રીતે ઉકેલવામાં આવ્યો છે જ્યાં ન્યાય મળ્યો હોય. એક પ્રધાનમંત્રી તરીકે તેમણે ઘણી સીમાચિહ્ન વસ્તુઓ કરવાનો પ્રયાસ કર્યો છે. કેટલીક બની છે તો કેટલીક બની રહી છે. તેમની ખરી કળા અમલદારશાહીને નાબૂદ કરવાની અને ખરા પરિવર્તન માટે માર્ગ કાઢવાની છે. ભારત તેમને આ માટે સદાય યાદ રાખશે.