બાબા રામદેવ, યોગ ગુરુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તમે રાષ્ટ્રગૌરવ અને વિશ્વનાયક છો. તમે વિશ્વમાં ભારતને તેની ગરિમા પુનઃ અપાવી છે. અમે તમારું સન્માન રાષ્ટ્રઋષિ તરીકે કરીએ છીએ...ભારતના 125 કરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રધાનમંત્રી મોદી પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતની કાયાપલટ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સરકારી તંત્ર અને વ્યવસ્થા બંનેમાં અભૂતપૂર્વ પરિવર્તન થઈ રહ્યું છે. જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી ભારતના પ્રધાનમંત્રી છે, ત્યાં સુધી ભારતનું પતન ક્યારેય થઈ ન શકે.