મોદીજી મત-બેંક રાજકારણમાં સંકળાયેલા નથી. તેમણે દેશને સધ્ધર કરવા માટે કાર્ય કર્યું છે. તેમણે હંમેશાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દેશ માટે સારી નીતિ ઘડવી અને તેનો અમલ કરવો તે તેમની પ્રાથમિકતા રહી છે. વિશ્વસ્તરે તેઓ ભારતને નવી ઊંચાઈએ લઈ ગયા છે. અને કોઈ પણ સરકારની આ સર્વોચ્ચ જવાબદારી છે. મોદીજી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને હંમેશા ભારતની સમૃદ્ધ પરંપરા વિશે વાત કરે છે. તેમણે હંમેશા દેશના ભવ્ય ભૂતકાળને રજૂ કર્યો છે અને દેશના વર્તમાન અને વિકસતા ભવિષ્ય અંગેના તેમના વિઝનને રજૂ કર્યું છે.