સુધારામાં મોદી સુપરસ્ટાર છે. તેમણે વિશ્વમાં અન્ય તમામને પાછળ રાખી દીધા છે. તેઓ સત્તા પર આવ્યા તેના ત્રણ વર્ષ કરતા ઓછા સમયમાં તેમણે ઘણું હાંસલ કરી લીધું છે. તેઓ જીએસટી લાવ્યા અને નોટબંઘી જ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. દેખીતી રીતે જ ટૂંકા ગાળામાં આ સુધારાના પરિણામો જોવા મળ્યા છે. એક સમયે એમ લાગ્યું કે આપણી પાસે એવી સરકાર છે જે વિચાર કરવા તૈયાર છે અને લાંબા ગાળા માટે કામ કરી રહી છે.