ઇઝરાયલમાં સ્વાગત છે...આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત. અમે લાંબા સમયથી તમારી પ્રતિક્ષા કરી રહ્યા છીએ. અમે ભારતને ચાહીએ છીએ...આપણે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રથમ વખત મળ્યા હતા. તે બેઠકમાં તમે મને જે કહ્યું હતું એ મને યાદ છે. તમે કહ્યું હતું કે, જ્યારે ભારત અને ઇઝરાયેલના સંબંધોની વાત આવે છે, ત્યારે આપણે તમામ ક્ષેત્રોમાં સંબંધોનું નિર્માણ કરવા સક્ષમ છીએ. પણ અત્યારે, પ્રધાનમંત્રી મોદી, મારે તેમાં એક વાત ઉમેરવી છે – આપણે અંતરિક્ષમાં પણ સંબંધોનું નિર્માણ કરી શકીએ. તમે વિશ્વના મહાન નેતા છો...આપણે ખભેખભો મિલાવીને વધારે ઉત્કૃષ્ટ સંબંધોનું નિર્માણ કરી શકીએ (ભારત-ઇઝરાયલના સંબંધો માટે).