ભૂપેન્દ્ર પટેલ – ગુજરાતના મુખ્યમંત્રી
કેન્દ્ર સરકારે ₹12 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરીને કરોડો પગારદાર અને મધ્યમવર્ગીય વ્યક્તિઓને ભારે રાહત આપી છે. હું આ નોંધપાત્ર નિર્ણય માટે માનનીય પ્રધાનમંત્રી અને કેન્દ્રીય નાણાં મંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ₹12 લાખ સુધીની આવક પરનો ટેક્સ માફ કરીને સરકારે પોતાની આવકના ₹1 લાખ કરોડ પગારદાર અને મધ્યમવર્ગીય નાગરિકોના લાભાર્થે સમર્પિત કર્યા છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનો આ નિર્ણય સામાન્ય લોકોને એક મહત્વપૂર્ણ ભેટ છે. #ViksitBharatBudget2025 @narendramodi @nsitharaman