પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ઊર્જા અને કોઈ પણ કાર્ય કરી શકવાની દ્રઢતા પ્રેરક છે. તેમણે 4 વર્ષમાં વેપાર-વાણિજ્ય સરળ કરવામાં અશક્ય લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો અને અત્યારે તેઓ આ લક્ષ્યાંક હાંસલ કરવાની અતિ નજીક પહોંચી ગયા છે. જીએસટી તથા નાદારી અને દેવાળિયાપણું સાથે સંબંધિત આચારસંહિતા જેવા સરકારનાં કેટલાંક ક્રાંતિકારી સુધારાની અસર હજુ રેન્કિંગમાં સંપૂર્ણપણે જોવા મળી નથી એટલે હું આ સુધારાઓ પર ગતિ જોઈ શકું છું. હું ખૂબ જ આશાન્વિત છું કે, ફક્ત નાનાં પગલાંઓની સાથે ઉચિત પગલાંઓ જળવાઈ રહેશે અને પ્રધાનમંત્રીનાં યોગ્ય માર્ગદર્શન સાથે આર્થિક સુધારાની ગતિ જળવાઈ પણ રહેશે.