મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ, સંયુક્ત આરબ અમીરાત
મારા પ્રિય મિત્ર, ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને આનંદ થયો, જેમનાં પક્ષે લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. અમે આપણા બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા સાથે કામ કરવા આતુર છીએ. યુએઈ ભારત અને એનાં મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવતાં લોકોનાં વધુ વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.