પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી વાર પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છા અને અભિનંદન. અમે તમને અને ભારતનાં લોકોને તમારા ગતિશીલ નેતૃત્વ માટે શુભેચ્છા પાઠવીએ છીએ, કારણ કે તમે ભારતને પ્રગતિનાં પંથે લઈ જવાની તમારી સફર જાળવી રાખશો. અમને આશા છે કે, આપના નેતૃત્વ હેઠળ બંને દેશોના પરસ્પર લાભ માટે હાલનાં મજબૂત સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે આપણે સાથે કામ કરીશું.