માર્ક મોબિયસ, એક્ઝિક્યુટિવ ચેરમેન ફ્રેન્કલિન ટેમ્પલટન ઇમર્જિંગ માર્કેટ ગ્રૂપ
મને લાગે છે કે ભારતમાં આપણે સારું માર્કેટ જોઈ રહ્યા છીએ તેની પાછળનું કારણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાવેલા સુધારા છે. સૌ પહેલા તો કરના નિયમોમાં ફેરફાર કરાયો અને તે સૌથી મોટો વિજય હતો. હકીકત એ છે કે તેઓ તાજેતરમાં રાજ્યોની ચૂંટણીમાં સફળ નીવડ્યા અને તેનાથી પ્રજામાં આત્મવિશ્વાસ આવ્યો કે સુધારા પ્રક્રિયા જારી રહેશે. માર્કેટની આ સફળતા પાછળ આ કારણો છે. મને ચિંતા હતી કે નોટબંધીથી મોદી નબળા પડશે પરંતુ હકીકતમાં તેમ બન્યું નહીં. તેઓ તેમાંથી સફળતાપૂર્વક બહાર આવી ગયા અને મને લાગે છે આ તેજી જારી રહેશે.