તેમાં કોઈ શંકા નથી કે, પ્રધાનમંત્રી દુનિયાના બાકી દેશો માટે અર્થતંત્રને ઉદાર બનાવવા માટે ભારતના અભિગમને બદલી રહ્યા છે. તેમની સરકાર સુધારાનો અમલ કરવા પ્રયાસરત છે, જે ભારતીય અર્થતંત્રમાં વિસ્તૃત સુધારો કરશે અને તેનો ઉપયોગ જીએસટી જેવા કરવેરા માળખાનો અમલ કરવા જેવા સુધારા સાથે સંપત્તિનું વધુ સર્જન કરવા માળખાગત રોકાણથી ગ્રામીણ વસતિ સુધી પહોંચવા માટે થશે. જીએસટીનો અમલ ઐતિહાસિક છે.