માર્ક વેઇનબર્ગર, ચેરમેન, ઇવાય
અત્યારે ભારત વસ્તુ અને સેવા વેરા (જીએસટી) અને નાદારીના નવા નિયમો જેવા સુધારા ઉપરાંત સ્થિર અર્થતંત્ર અને નીચી મોંઘવારીને કારણે દુનિયામાં ટોચના રોકાણ સ્થળોમાંનું એક છે. શરૂઆતમાં વૃદ્ધિને સ્થગિત કરી દે તેવું લાગતું વિમુદ્રીકરણનું પગલું ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ થશે અને કેશલેસ અર્થતંત્ર તરફ અગ્રેસર થવા પ્રોત્સાહન આપશે.