ભારતનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં સુધારા વિશે સકારાત્મક વાત સાંભળીને મને ખરેખર આનંદ થયો છે. આ વાસ્તવિક સ્તરે થયેલા અનુભવ જેવો હતો. મારું માનવું છે કે, ભારતની આ સફળતાનો શ્રેય શ્રી મોદીને જાય છે. અગાઉ ભારતમાં પ્રોજેક્ટ ઝડપથી આગળ વધતા નહોતા, જેનાં પરિણામે એને શરૂ કરવામાં અને પૂર્ણ કરવામાં વર્ષો પસાર થઈ જતાં હતાં. પણ અત્યારે પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય છે, કોન્ટ્રાક્ટનો અમલ થોડાં મહિનાઓની અંદર થાય છે અને નિર્માણકાર્ય બે વર્ષમાં પૂર્ણ થઈ જાય છે. આ તફાવત વાસ્તવમાં દેખાય છે. કામ કેવી રીતે ઝડપથી થવું જોઈએ એ પ્રદર્શિત થઈ રહ્યું છે