પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને અમે વધાવીએ છીએ, મને લાગે છે કે તે અત્યંત હિંમતભર્યુ અને સાહસિક પગલું છે. ઘણા દેશો... યુરોપ તેની 500 યુરોની ચલણી નોટ, અમેરિકા હંમેશા તેના 100 ડોલરની નોટ બંધ કરવાનું વિચારી રહ્યા છે, મને લાગે છે કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ બાબતે આગેવાની લીધી છે અને બાકીનું વિશ્વ ટૂંક સમયમાં જ તેને અનુસરશે.