મોહન ભાગવત, સરસંઘચાલક,  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
નરેન્દ્ર ભાઈ આખી દુનિયામાં નામ કમાયા છે, પ્રસિદ્ધિ તેને અનુસરે છે, પણ તેનાથી તેમનું વ્યક્તિત્વ, તેમનું કામ કે તેમના નેતૃત્વમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ સ્વયંસેવક તરીકે જે ઉત્સાહ સાથે કામ કરતા હતા, એ જ શૈલી, એ જ ખંત અને ઉત્સાહ સાથે અત્યારે કામ કરે છે. તેઓ મુખ્યમંત્રી અગાઉ જે સ્વયંસેવક અને કાર્યકર્તા હતા એવા જ નરેન્દ્ર ભાઈ અત્યારે છે.