આબોહવા પરિવર્તન અંગે પેરિસ કરાર કરીને આજે ભારત સરકારે વૈશ્વિક નેતૃત્વ અને વિઝનનું પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક પગલાંથી ભારત વિકાસ તરફ આગેકૂચ કરશે. તેની આબોહવા માટેની નેતાગીરી માટે અને એક મજબૂત સંબંધ સ્થાપવા હું ભારતને હાર્દિક અભિનંદન પાઠવું છું કેમ કે આ વર્ષે અમે શક્ય તેટલી ઝડપથી વિશ્વના તમામ ખૂણેથી વૈશ્વિક કરાર થાય તેમ ઇચ્છીએ છીએ. આ કરારને ભારતના સમર્થનથી સમગ્ર વિશ્વ તેના લક્ષ્યાંક તરફના એક મહત્વના પગલાં ભણી આગળ ધપશે.