યુસુફ અલી, લુલુ ગ્રૂપ ઇન્ટરનેશનલનાં અધ્યક્ષ
અત્યારે ઉદારીકરણ તથા મજબૂત નેતૃત્વ અને મજબૂત અર્થતંત્ર દ્વારા ઊભા થયેલા વાતાવરણને કારણે ભારતમાં રોકાણ કરવા તમામ દેશો આતુર છે. અત્યારે આખી દુનિયા ભારત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટૂંક સમયમાં ભારત દુનિયામાં સૌથી મોટી આર્થિક મહાસત્તાઓમાંની એક બની જશે... અગાઉ આપણાં મહાન દેશમાં રોકાણ કરવા આશરે 25થી 30 મિલિયન બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) પર ઘણાં નિયંત્રણો હતાં, પણ હવે ઘણું ઉદારીકરણ થયું છે અને એનઆરઆઈ રોકાણને સ્થાનિક રોકાણ તરીકે ગણવામાં આવે છે તેમજ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)માં વધારો થયો છે અને વિદેશી રોકાણકારો સાથે સંયુક્ત સાહસ સ્થાપી શકાય છે અને એનઆરઆઇ રોકાણ સંયુક્તપણે ભારતમાં આવી રહ્યું છે. આ વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં આપણી હરણફાળનાં મહત્ત્વપૂર્ણ પરિણામોમાંનું એક છે.