યુગાન્ડાની સરકાર અને જનતા વતી હું મહામહિમ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને રાષ્ટ્રીય ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન આપું છું. આફ્રિકાના લોકો ભારતીયો સાથે સમાન આકાંક્ષાઓ અને લક્ષ્યાંકો ધરાવે છે. 1947માં જ્યારે ભારતે સ્વતંત્રતા મેળવી હતી, ત્યારે આફ્રિકનોને સંસ્થાનવાદની ધૂંસરી સામે લડવા અને ઉથલાવવાની પ્રેરણા મળી હતી. આજે સમગ્ર આફ્રિકા રાજકીય સ્વતંત્રતા ભોગવી રહ્યું છે. એટલે અમે ભારતને વ્યૂહાત્મક સહયોગી તરીકે માન્યતા આપીએ છીએ. ભારત અને યુગાન્ડાનાં લોકો સામાન્ય હિતો ધરાવે છે, જેમાં શાંતિ અને સમૃદ્ધિનાં પ્રયાસો સામેલ છે. અમે અમારા નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.