રજની સિંહા, ચીફ ઇકોનોમિસ્ટ, કેરએજ રેટિંગ્સ
કેન્દ્રીય અંદાજપત્રમાં રોજગાર સર્જન અને કૌશલ્યવર્ધન, એમએસએમઇને ટેકો આપવો, કૃષિમાં ઉત્પાદકતામાં સુધારો, માળખાગત રોકાણ, ઊર્જા સુરક્ષા અને શહેરી વિકાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોષીય મજબૂતી પર ભાર ચાલુ રહ્યો છે, નાણાકીય વર્ષ 2025માં જીડીપીમાં રાજકોષીય ખાધ ઘટીને 4.9 ટકા રહેવાનું અનુમાન છે, જે નાણાકીય વર્ષ 2024માં 5.6 ટકા હતું.