પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યનાં મહત્વને માત્ર નાગરિકોના કુદરતી અધિકાર તરીકે જ સ્વીકાર નથી કર્યો પરંતુ ભારતના પ્રગતિશીલ મધ્યમ વર્ગની વધી રહેલી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટેના એક રાજકીય સાધન તરીકે પણ અપનાવ્યું છે. અનેક વર્ષોની અવગણના બાદ આખરે ભારત સરકારે આરોગ્ય વિશે લોકોના અસંતોષના જોખમોને સમજ્યા છે. આ વર્ષે પ્રારંભ કરવામાં આવેલ એક નવી પહેલ આયુષમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ બે નવા મુખ્ય કાર્યક્રમોનું અમલીકરણ કર્યું છે. સાથે મળીને આ બંને કાર્યક્રમો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચને સુધારશે અને આરોગ્યને લગતા ક્ષમતાથી વધુ ખર્ચાને ઘટાડશે.