લલિત પનવાર
“પ્રધાનમંત્રી પાસે વિરલ પ્રકારની આદાનપ્રદાનની કળા છે જે સામાન્ય વર્ગથી લઈને ઉચ્ચ કક્ષાના વર્ગને સાંકળી શકે છે. વિવિધ દેશોના પોતાના પ્રવાસ દરમિયાન તેમણે જે રીતે વિદેશમાં વસતા ભારતવાસીઓને એક કરી લીધા છે તે અભૂતપૂર્વ છે. સાથે સાથે વિવિધ રાષ્ટ્રના વડાઓ સાથેના તેમના આદાનપ્રદાન અને તેમની રાજદ્વારી પહેલ અને તેમાં મળેલી સફળતાએ તેમના ટીકાકારોને પણ આશ્ચર્યચકિત અને પ્રભાવિત કર્યા છે.”