“હું તમારાં સાહસિક અને લાંબા ગાળાનાં વિઝન, હેતુલક્ષી અને ઉત્સાહભેર શાસન કરવા તમારાં સ્પષ્ટ વિચાર અને તમારી અસરકારક કામગીરી તથા ઊંડાણપૂર્વકની સમજણ સાથે ભારતની કેટલીક મોટી સમસ્યાઓનાં તમારાં નવીન સમાધાનોથી પ્રભાવિત અને પ્રેરિત છું. તમારી અનંત ઊર્જા, તમારો અદમ્ય જુસ્સો, વ્યક્તિગત પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા તથા મોખરે રહીને હંમેશા નેતૃત્વ કરવાનું તમારું સાહસ – અમારાં બધા માટે હંમેશા પ્રેરણાનો મોટો સ્ત્રોત બની રહેશે. તમે હાથ ધરેલી બહુપરિમાણિય પહેલોએ ભારતીય ઉદ્યોગસાહસિકતાને પાંખો આપી છે અને અબજથી વધારે લોકોનાં જીવનને સુધારવા માટે ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવા માટેની આશાનો નવસંચાર કર્યો છે.”