“છેલ્લાં (બે) વર્ષોમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ઊડીને આંખે વળગે એવો એક ફેરફાર મેં એ જોયો છે કે આપણે વૈશ્વિક આર્થિક મહાસત્તાઓમાં આપણા ઉચિત સ્થાનનો દાવો કેવી રીતે કરી શકીએ. મેક ઇન ઇન્ડિયા આપણને તે પોઝિશનની ખાતરી આપે છે. તેમણે વૈશ્વિક સમુદાય સુધી પહોંચવાના અવિરત પ્રયાસો સાથે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં ભારતને મજબૂત સ્થાન અપાવ્યું છે અને એ આપણું સ્વમાન અને ગૌરવ જાળવીને. હવે આપણો સમય છે અને તેમનાથી વધારે શ્રેષ્ઠ રીતે ભારતને અન્ય કોઈ નેતૃત્વ પ્રદાન ન કરી શકે!”