આજે 1.45 અબજ ભારતીયો માટે ઉજવણીનો દિવસ છે. આપણા સૌથી આદરણીય અને પ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ છે. ભારતના સમગ્ર વેપારી સમુદાય, રિલાયન્સ પરિવાર અને અંબાણી પરિવાર વતી, હું પ્રધાનમંત્રી મોદીજીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. મોદીજીનો અમૃત મહોત્સવ ભારતના અમૃત કાળ સાથે થઈ રહ્યો છે તે કોઈ સંયોગ નથી. હું નિષ્ઠાપૂર્વક ઈચ્છું છું કે સ્વતંત્ર ભારત 100 વર્ષનું થાય ત્યારે પણ મોદીજી ભારતની સેવા કરતા રહે.