શ્રી શ્રી રવિશંકર, આધ્યાત્મિક ગુરુ
હું કહીશ કે, આપણા પ્રધાનમંત્રીએ કાળું નાણું અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા તથા આતંકવાદીઓ માટે ફંડિંગ અટકાવવા મહાન પગલું ભર્યું છે. જે લોકો ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે એમના માટે આ ગર્વ અને આનંદની ક્ષણ છે. સામાન્ય નાગરિક માટે આ મોટી રાહત લાવશે, કારણ કે આપણી યુવા પેઢી માટે આર્થિક સમાનતા અને શ્રેષ્ઠ સંભવિતતા લાવશે. હું આ પ્રકારનું સાહસિક પગલું લેવા માટે આપણા પ્રધાનમંત્રીને અભિનંદન આપવા ઇચ્છું છું. આ નિર્ણયથી મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી શકે છે, પણ લાંબા ગાળે દેશ માટે સારો નિર્ણય છે.