સંજય બારુ, લેખક અને રાજકીય વિશ્લેષક, ભૂતપૂર્વ તંત્રી, ઇકોનોમિક ટાઇમ્સ, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અને બિઝનેસ સ્ટાન્ડર્ડ
“શ્રી નરેન્દ્ર મોદી સાથે ફક્ત એક વખત અર્થસભર આદાનપ્રદાન કરવાની તક મળી હતી. એ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હું બિઝનેસ સ્ટાન્ડર્ડનો તંત્રી હતો. અમારી વચ્ચેની વાત દરમિયાન શ્રી મોદીએ લગભગ એક કલાક ગુજરાતના અર્થતંત્ર અને સમાજના તમામ પાસા તથા તેમની ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત વાત કરી હતી. હું તેમની હકીકતો અને આંકડા પર સારી પકડ તથા વિકાસલક્ષી પ્રાથમિકતાઓ અને પડકારોની સમજણથી પ્રભાવિત થયો હતો. મેં વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વિકાસ પર કેન્દ્રીત તેમના અભિગમને આવકાર આપ્યો હતો.”