સંજય મેહરોત્રા, સીઈઓ, માઈક્રોન ટેકનોલોજી
હંમેશની જેમ, પ્રધાનમંત્રી સાથે એક શાનદાર મુલાકાત. તેઓ ભારતના એવા સ્વપ્નદ્રષ્ટા નેતા છે અને તેથી અહીં ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે સમર્પિત છે. અમે અમારા સાણંદ પ્રોજેક્ટ સાથે જે પ્રગતિ કરી રહ્યા છીએ તેના વિશે પીએમ મોદીને અપડેટ કરવાની તક મળતા અમને આનંદ થયો. આ મીટિંગ તેને સમર્પિત હતી તેમજ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવાનું ચાલુ રાખવા પર માઇક્રોનનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.