સંદીપ અગ્રવાલ, સ્થાપક અને સીઇઓ, ડ્રૂમ
(પ્રધાનમંત્રી) મોદીના શાસનકાળમાં ભારતને નવી આર્થિક મહાસત્તા તરીકે જોવામાં આવે છે, જેણે હજુ તેની પૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો નથી. 2 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રની કામગીરી પર દુનિયા આતુરતાપૂર્વક નજર રાખી રહી છે..પ્રધાનમંત્રીએ કેટલીક ટેકનોલોજી સંચાલિત પહેલો પણ શરૂ કરી છે, જેનાથી ભારતના આઇટી ક્ષેત્રમાં આશા અને ઉત્સાહ ફેલાયો છે. લાલ કિલ્લા પર પોતાના પ્રથમ ભાષણમાં નરેન્દ્ર મોદીએ ગ્રામીણ-શહેરી વચ્ચેનું અંતર પુરવા ટેકનોલોજીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો....તેમણે સમગ્ર દેશમાં 6 કિમીનો “બ્રોડબેન્ડ હાઇવે” બનાવવા અને કનેક્ટિવિટી પર ભાર મૂક્યો હતો. મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયા છે, જેનો ઉદ્દેશ દરેક નાગરિકને યુટિલિટી તરીકે ડિજિટલ માળખું પ્રદાન કરવાનો છે તેમજ તમામ ગ્રામ પંચાયતોને મુખ્ય યુટિલિટી તરીકે હાઇસ્પીડ ઇન્ટરનેટની સુવિધા આપવાનો છે.... સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી પહેલ છે, જેનો આશય દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ પહેલ સાથે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં સીધા જોડાણ સાથે આપણે ઇકોસિસ્ટમ અને અર્થતંત્ર પર હકારાત્મક અસરની અપેક્ષા રાખી શકીએ.