“રમતગમત અને રમતવીરો માટે તેમનું (નરેન્દ્ર મોદીનું) પ્રોત્સાહન અને તેમનો સાથસહકાર નોંધપાત્ર રહ્યો છે. મને રિઓ ઓલિમ્પિક્સમાં આપણાં રમતવીરોને જબરદસ્ત સ્પર્ધા પૂરી પાડવા તેમનો ત્વરિત સાથસહકાર અને તેમનું પ્રોત્સાહન યાદ છે. તેઓ આપણાં દેશનાં યુવાનોના વિકાસમાં રમતગમતની ભૂમિકાનો સ્વીકાર અવારનવાર કરે છે તેમજ તેઓ જીવનશૈલી સાથે સંબંધિત અનેક રોગોનાં વધતાં પડકારનાં કુદરતી ઉપચાર તરીકે પણ રમતગમતને લે છે.”