જો આપણે પ્રગતિ કરવા ઇચ્છતા હોઈએ, આપણે આપણા અર્થતંત્રને આધુનિક બનાવવા માગતા હોઈએ અને આપણી કરવેરાની વ્યવસ્થાઓમાં કરવેરાઓની સંખ્યા ઘટાડવા ઇચ્છતા હોઈએ તથા વેપારવાણિજ્યની સરળતા ઊભી કરવા ઇચ્છતા હોઈએ, તો પછી આપણે આ પ્રકારના નિર્ણયો લેવા પડશે. ટૂંકા ગાળા માટે થોડી મુશ્કેલી પડશે, પણ લાંબા ગાળે જીએસટી ઐતિહાસિક અને પરિવર્તનકારક પુરવાર થશે તેવું મારું માનવું છે.