સાનિયા મિર્ઝા
“ભારતીય અને રમતગમત સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે મને એ જાણીને ખુશી થઈ હતી કે પ્રધાનમંત્રી, શ્રી મોદી આપણાં દેશમાં રમતગમત ક્ષેત્રનાં વિકાસમાં અતિ વિશેષ રસ લઈ રહ્યાં છે. આગામી ત્રણ ઓલિમ્પિક વર્ષ 2020, 2024 અને 2028માં યોજાશે, જેને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક ટાસ્ક ફોર્સની રચના સાચી દિશામાં હરણફાળ છે, જે ભારતમાં રમતગમતને મોટું પ્રોત્સાહન પ્રદાન કરશે તેમાં શંકાને સ્થાન નથી.”