સાફ્રા કાત્ઝ, સીઇઓ, ઓરેકલ
જ્યારે મેં પ્રધાનમંત્રી મોદીને સાંભળ્યા (ઓક્ટોબરમાં સિલિકોન વેલીમાં) હતાં, ત્યારે મને સુધારા માટેનો ઉત્સાહ, વિઝન અને પ્રચંડ તક સમજાઈ હતી. હું એ હકીકતથી વાકેફ થયો હતો કે ટેકનોલોજી વધારે સમૃદ્ધ ભારત અને ખરેખર વધારે સમૃદ્ધ પૃથ્વીનું સર્જન કરવા અગ્રેસર છે. હું જાણતો હતો કે હું ભારત પ્રધાનમંત્રીને મળવા અને તેમની સાથે વાત કરવા તથા સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં મારી જાતને ઓતપ્રોત કરવા આવ્યો હતો..હું ખરેખર બહુ પ્રભાવિત થયો છું. તમને આટલું ઊંડું અને વ્યાપક વિઝન તથા શિક્ષિત લોકોનો આટલો મોટો શક્તિશાળી બૌદ્ધિક આધાર બીજે ક્યાં મળશે?