સિદ્ધાર્થ ઝરાબી, બિઝનેસ ટેલીવિઝન ઇન્ડિયાનાં એડિટર
મેં જોયું છે કે, વેપાર-વાણિજ્ય સરળ કરવા સાથે સંબંધિત નિર્ણયો લેવા પર અભૂતપૂર્વ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મને નથી લાગતું કે અન્ય કોઈ પણ દેશનાં પ્રધાનમંત્રી વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં સુધારો કરવા પ્રધાનમંત્રી મોદી જેટલું ધ્યાન આપે છે. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે, તેઓ શું ઇચ્છે છે અને કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખ્યાં વિના પારદર્શક રીતે કામ કરે છે. મેં ગુજરાતમાં પણ એમની કામગીરી જોઈ છે અને હું આત્મવિશ્વાસ સાથે કહી શકું કે અહીં દિલ્હીમાં તમામ નીતિઓ દરેક માટે સમાન છે.