સુદર્શન પટનાયક, આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર
“એપ્રિલ, 2016માં અતિ પ્રતિષ્ઠિત મોસ્કો સેન્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી માનનીય પ્રધાનમંત્રી મોદીજીને મળવાનું મારું સ્વપ્ન સાકાર થયું હતું. તેમના ઉદાર અને પ્રોત્સાહનજનક શબ્દો હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે અને મારા કામ માટે વધુને વધુ પ્રેરણા આપતા રહેશે. હું તેમની હાજરીમાં હૂંફ અને ખરા અર્થમાં સહકાર અનુભવી શકું છું.”